ADD2

TAT-S | ગુજરાતી વિભાગ | શબ્દ સમૂહ | ટેસ્ટ

 

નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ TAT-S , ગુજરાતી વિભાગ , શબ્દ સમૂહ , ટેસ્ટ વિષેની માહિતી મેળવી શકશો. 

શબ્દ સમૂહ 

1

ખભે નાખવાનું વસ્ત્ર 

પછેડી

2

એક જાતનું સુગંધી લાકડું

ચંદન

3

કાનમાં પહેરવાનું એક ઘરેણું

કુંડળ  

4

અતિશય કલ્યાણ કરનારું

મહાશુભકારી

5

એક રૂપિયાના સોમા ભાગનો તાંબાનો એક સિક્કો

દોકડો  

6

સહી ન શકાય તેવું

અસહ્ય

7

આઠ દિવસનો સમૂહ

અઠવાડિયું

8

પોતાની જાતની પોતે કરેલી હત્યા

આત્મહત્યા

9

અશક્તિ કે બીમારીને કારણે ખાટલામાંથી ઊભા ન થઈ શકવું

ખાટલાવશ

10

અમુલ્ય બોધ

પદાર્થ પાઠ

11

કઈ ખોટું કર્યાનું મનમાં દુ:ખ થયા કરવું

પશ્ચાતાપ  

12

કઈ ખોટું થઈ ગયા પછી પોતે તેના માટે જ ઉપાય કરે તે

પ્રાયશ્ચિત

13

ગોરના પત્ની

ગોરાણી  

14

જાડી ધારે વરસતો વરસાદ

મુશળધાર  

15

ચંદ્ર જેવી શીતળ કૃપાદ્રષ્ટિ

સોમદ્રષ્ટિ  

16

દૂરદૂરનું જોવાનું યંત્ર

દૂરબીન

17

બે અભિપ્રાયોમાં રહેલો તફાવત

મતભેદ

18

કોલસાની ખાણ  

કોલિયારી

19

કશું ભાડું લીધા વગર યાત્રીઓ કે મુસાફરોને રહેવા ઉતરવાનું સ્થાન

ધર્મશાળા

20

શિશિર – પાનખર પછીની વૃક્ષોની નવપલ્લવિત કરનારી ઋતુ

વસંત

21

હિન્દુ કન્યાને પરણતી વખતે પહેરવાની લાલ કે કેસરી રંગની કિનારાવાળી સફેદ રેશમી સાડી

પાનેતર

22

જમીન, પર્વત કે વૃક્ષોમાં પડેલો મોટો ઊંડો ખાડો કે બખોલ

કોતર

23

અશક્ત કે દૂબળા ઢોરોને રાખવાનું ધર્મસ્થાન

પાંજરાપોળ  

24

મૃત્યુ પામ્યા  પછી એનું નજીકનું સગું શબના કાન પાસે જઇ ઠૂંઠવો મૂકે તે

મરણપોક

25

દહી વલોવવાનું સાધન

વલોણું

26

જમીન ખોદવાનું એક ઓજાર

ત્રિકમ / કોદાળી

27

વહાણમાનો હિસાબ રાખનાર

માલમ

28

સૂતર કાંતવાનું યંત્ર / સાધન

ચરખો / રેંટિયો

29

કોણીથી ખભા સુધીનો બાહુ

બાવડું  

30

ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ઘુમ્મટના આકારનું સ્થાપત્ય  

સ્તૂપ  


ટેસ્ટ આપવા માટે   CLICK HERE

Post a Comment

0 Comments